STORYMIRROR

Aniruddhsinh Zala

Tragedy Fantasy Thriller

3  

Aniruddhsinh Zala

Tragedy Fantasy Thriller

વિરહીનો વેરી, પ્રેમીનો ભેરુ વર

વિરહીનો વેરી, પ્રેમીનો ભેરુ વર

1 min
105

મન મૂકીને મેહુલો નભથી કેવો જોને વરસે 

હૈયું તુજ વિયોગમાં તોય ઝાઝું જોને તલસે,


 આકાશે કાળા વાદળ કરે કેવો ખળભળાટ 

 મધુરી યાદો તારી દિલમાં મચાવે ધમાલ,


વીજ ઝબૂકે ગગને ધરા પર ભયો ઉજાસ,

ઝબકારા તારી યાદોના મુજ હૈયું બાળે આજ,


ધરા સજે શણગાર ખીલે પુષ્પોથી બધા બાગ 

મુજ હૃદયબાગમાં સ્નેહજળ વિના હૈયું મુરઝાય,


પ્રેમીનો ભેરુ, વિરહીનો દુશ્મન લાગે વરસાદ 

'રાજ' હૈયે વ્હાલી વિના ટાઢક કેમેય થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy