વિરહ
વિરહ
વરસે જો વરસાદ ઝરમરને ગગન મહી,
સતાવે નિત યાદ પ્રિયતમાના સંગાથ કેરી,
કેવું હતું ? એ પ્રથમ મિલન દિલરૂબા તણું,
સતાવે આજ વિયોગને સંજોગનું સંભારણું,
મળતા અમે એકાંતમાંને તિમિરના સહારે,
સતાવે યાદ આજ પળ-પળને દર પહોરે,
રૂપ તેનું નિરાળું ને ચંદ્રમાં કેરો ઉજળો ઉજાસ,
લાગે હવે ગીત-સંગીત તુંજ વિના બકવાસ,
હે ! પ્રિયે ક્યાં જઈ વસી તું ? વિશાળ ગગને,
સતાવે તારી વાત'ને યાદ, ભીડ વચ્ચે મનમંદિરે.

