વિખરાયેલું સ્વપ્ન
વિખરાયેલું સ્વપ્ન
સ્વપ્ન મારૂં વિખાઈ ગયું,
મન મારૂં ઉદાસ બની ગયું,
સ્વપ્નમાં મે નિરખ્યાં તમને,
સોળે શણગાર સજેલા,
રૂપ રૂપનો અંબાર સમાને,
સ્વર્ગની અપ્સરા જેવા,
આંખ ખોલીને જોવા ગયો તો,
સ્વપ્ન મારૂં વિખાઈ ગયું,
મન મારૂં ઉદાસ બની ગયું,
છૂમ છનનન નૃત્ય કરતા મે,
નિરખ્યા તમને સ્વપ્નમાં,
અધરો ગુલાબની પાંખડી જેવા,
વસી ગયા તમે મારા મનમાં,
અધરો સ્પર્શવા ઊભો થયો તો,
સ્વપ્ન મારૂં વિખાઈ ગયુ,
મન મારૂં ઉદાસ બની ગયું,
નયન કજરાળા, કેશ છે કાળા,
માથામાં વેણી સુંદર શોભે,
સુંદર વેણીની મહેંક તમારી,
મન મારૂં મદહોંશ બનાવે,
નજરથી નજર મેળવવા ગયો તો,
સ્વપ્ન મારૂં વિખાઈ ગયું,
મન મારૂં ઉદાસ બની ગયું,
રાત દિન સ્વપ્નમાં હું તડપું,
નિરખવા સૂરત તમારી,
મિલન તમારૂં માણવા તરસું,
તરસ મિટાવો તમે મારી,
સવાર થયુંને આંખ ખોલી "મુરલી"
સ્વપ્ન મારૂં વિખાઈ ગયું
મન મારૂં ઉદાસ બની ગયું.

