વિકાસ કે વિનાશ ?
વિકાસ કે વિનાશ ?
વૃક્ષોને વનરાજીથી હર્યાભર્યા હતાં ગામ,
વિકાસની આંધળી દોટથી ઉજડી રહ્યાં ગામ,
હતાં કેવાં સુંદર ફળ, ફૂલનાં વૃક્ષો ને ઝાડ,
શહેરીકરણથી ગામનો હવે વળી ગયો દાટ,
વન, ઉપવનને વનરાજી હવે થઈ રહી કલ્પના,
મોલ, મલ્ટિપ્લેકસ, સોસાયટીઓનીજ વિટંબણા,
વિકાસનાં નામે ગામડાઓ થઈ રહ્યાં વેરાન,
બનતી જાય ઊંચી બિલ્ડિંગો જાણે કોંક્રિટનું મેદાન,
વૃક્ષ વાવોની વાતો કરતાં પણ ઉજાડતા અનેક,
જંગલો હવે નામશેષ પણ કોંક્રિટ જંગલ.
