STORYMIRROR

Bhavna Bhatt

Drama Inspirational Thriller

3  

Bhavna Bhatt

Drama Inspirational Thriller

વીર જવાન

વીર જવાન

1 min
14.3K




ચઢયા છે ચીન ને પાકિસ્તાન,

હવે કર હિંમત જવાન,

શમાવી દે સઘળાં તોફાન,

કે તારે પડખે છે હિન્દુસ્તાન,


દબાવી દે બધા દુશ્મન,

ખપાવી દે તું તન, મન, ધન,

ધરી દે નિશાને નિશાને,

કે તારે પડખે છે હિન્દુસ્તાન,


બતાવી દે તું બળ તારુ,

પતાવી દે શત્રુદળ બધુ,

ગવાશે સઘળે તારા ગાન,

કે તારે પડખે છે હિન્દુસ્તાન,


બ્યુગલ જો જંગના વાગે,

પડો યાહોમ કરી આગે,

ઊભો થા ભારતના વીર જવાન, કે તારે પડખે છે હિન્દુસ્તાન,


ભારત ને ગમતી હતી શાંતિ, દુશ્મનો એ અપનાવી ક્રાંતિ,

વીર જવાન હવે તું સાચવ તારી શાન, કે તારે પડખે છે હિન્દુસ્તાન.


"ભાવના" સ્વમાન ના ભોગે ના, ભારત કદી જીવનારુ છે,

વીર જવાન નો એક જ નારો કાશ્મીર અમારું છે....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama