STORYMIRROR

Arjun Gadhiya

Children Classics Fantasy

3  

Arjun Gadhiya

Children Classics Fantasy

વીણા ધારિણી માતા...

વીણા ધારિણી માતા...

1 min
635


પાય લાગું તુને દેવી શારદા રે,

સરસ્વતી તું વીણા ધારિણી માતા…


વંદન કરૂ તુને માડી શારદા રે,

સરસ્વતી તું વીણા ધારિણી માતા…!


માડી તું શ્વેત વર્ણી માતા ને,

માડી તે પહેર્યા શ્વેત શણગાર રે,

માડી તું છે શ્વેત પદ્માસની માતા રે,

સરસ્વતી તું વીણા ધારિણી માતા…!


માડી તારે કંઠે તારલાની માળા ને,

માડી તારે હાથ હિરલાની માળા રે,

માડી તું છે મુગટ ધારિણી માતા રે,

સરસ્વતી તું વીણા ધારિણી માતા…!


માડી તું છે વિદ્યાની દેવી ને,

માડી તારા હાથમાં શોભે પોથી રે,

માડી તું છે સૂર-શબ્દની માતા રે,

સરસ્વતી તું વીણા ધારિણી માતા…!


માડી તું છે ત્રિલોકની દેવી ને,

માડી તારો મહિમા ગાઈ દેવો રે,

માડી તું છે ‘અર્જુન’ ની માતા રે,

સરસ્વતી તું વીણા ધારિણી માતા…!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children