વીંધાવી શકું
વીંધાવી શકું
છંદ ગાલગાગા
તું કહે તો હાથ કાંટાથીય વીંધાવી શકું.
પણ,પછી હું લાગણીનો છોડ નૈ વાવી શકું.
છે ઘણો રસ્તો ભયાનક જાણ છે એની મને.
આમ પણ આ જિંદગીમાં કઈ રીતે ફાવી શકું.
રણ મને આપ્યું ભલે સાથે હરણની આંખ આપ.
જિંદગીભર શ્વાસનાં સપનાંને ભરમાવી શકું.
અટપટા તો અટપટા પણ માર્ગ આપ્યા તેં ઘણા.
આપના ઉપકારને હું કેમ ભુલાવી શકું
ધારણા મારા વિશે તારી હવે ખોટી પડે.
કાગડો તો બોલશે પણ હું નહી આવી શકું.
