વિધવા ભાગ-36 પિયુ-પ્રિયા ગીત-પ
વિધવા ભાગ-36 પિયુ-પ્રિયા ગીત-પ
(રાગ-લેજો રસિયા રે રૂમાલ...ની પહેલી કડી પ્રમાણે)
જોજો, પિયુજી રે મારા કેવા રંગદાર છે !
બીજાને મળતા મળે, મારા સંગદાર છે, જોજો...
એની કામની ધગશ કેવી ખંતદાર છે !
ઘરનો ભાર ઉપાડી બન્યા ભારદાર છે, જોજો...
જુવો, ગોરાંદે મારી કેવી ચમકદાર છે !
એના પગે નુપૂર કેવા ઝમકદાર છે, જુવો...
મારા કામમાં થતી અડધી ભાગીદાર છે,
એતો પળેપળની મારી તો સાથીદાર છે, જુવો...
જોજો, પિયુજી રે મારા કેવો નાચ નાચે છે !
જાણે સંસારી નાટકના એ કલાકાર છે, જોજો...
એના હૈયે હરખનો મોટો ઉમળકો છે,
એતો સર્વે કામોના ખૂબ જ જાણકાર છે, જોજો...
જુવો, ગોરાંદે મારી ખોટાં વખાણ કરે છે !
એ કામ કરવામાં કયો મોટો ઉપકાર છે, જુવો...
સમાજમાં રહી સમાજનું કામ થાય છે,
જેઓ ફરજ બજાવે તે જ હકદાર છે, જુવો...
જોજો, પિયુજી મારા ખૂબ મળતાવડા છે !
એતો રસ્તો ભૂલેલાના સાચા રાહદાર છે, જોજો...
એના મનથી ઊંચનીચ બધું સરખું છે,
એતો બધાના નજીકનાઅંગતદાર છે, જોજો...
જુવો, ગોરાંદેના બોલ કેવા તો સૂરીલા છે !
એના સૌંદર્યનો કેવો સુંદર નિખાર છે, જુવો...
એની માનવતાની ખુશબૂ બધે પ્રસરે છે,
મુજ જીવનની એતો સાચી પતવાર છે, જુવો...

