STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

3  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-28 નણંદને

વિધવા ભાગ-28 નણંદને

1 min
399

મારાં નણંદબા મને લાગે બહુ વ્‍હાલાં,

દુઃખ ન લાગડશો એને કોઈ ઠાલાં !


ખેલો-કૂદો, મોજ કરો નણંદબા,

ખુશીનો ભંડાર ભરો નણંદબા;

પછી નહિ ચાલે કોઈ કાલાવાલા,

દુઃખ ન લગાડશો પછી તમે ઠાલાં !


સાથ સુહાનો મને લાગે તમારો,

રહો સાથે તમે બધા અવતારો;

પ્રભુને કરું છું એટલે કાલાવાલા,

દુઃખ ન લગાડશો નણંદબા ઠાલાં !


હાસ્‍ય તમારું ચાંદને શરમાવે,

અમાસની રાતે ચાંદની ફેલાવે;

કદી ન રુઠશો તમે અરે, ઓ સાલા,

દુઃખ ન લગાડશો પછી તમે ઠાલાં !


રાસ રમવામાં તો તમે છો એકા,

મન મોહે તમારા ગાવાના લ્‍હેકા;

રાસ રમો તમે ને નાચે નંદલાલા,

દુઃખ ન લગાડશો નણંદબા ઠાલાં !


પૂનમની રાતમાં ચંદ્ર ખીલે છે,

ન્નયારે તમારું રૂડું મુખ ખીલે છે;

ત્‍યારે લાગો છો મને તોઅધિક વ્‍હાલા,

દુઃખ ન લગાડશો પછી તમે ઠાલાં !


તમારા નામનો લઈ એકતારો,

ગલીએ ગલીએ ઘૂમે છે હજારો;

પ્રભુ બને તમારા રૂપના રખવાલા,

દુઃખ ન લગાડશો નણંદબા ઠાલાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy