વિધવા ભાગ-20 વિદાય પછી
વિધવા ભાગ-20 વિદાય પછી
બધાં પાછાં વળ્યાં વિદાય પછી,
સૌની આંખેથી હતી અશ્રુધાર,
મનડાં મૂંઝાતાં હતાં.
ધીમાં ડગે માતા ઘરે પહોંચ્યાં,
ઉંબરે જઈ મૂકી લાંબી પોક, મનડાં...
ઘર એને સૂનું સૂનું ભાસતું,
અંદર જવા થતું નો'તું મન, મનડાં...
દીકરીને વળાવી સાસરિયે,
ઘર ખાવા મૂકે છે જાણે દોટ, મનડાં...
દીકરી સાસરિયે સુખી થશે,
એમ મનનો કરે ઓછો ભાર, મનડાં...
દુઃખી મનડે એ ઘરમાં ગયાં,
જાણે ઘરનું ગયું છે જીવન, મનડાં...
પિતા બેઠા હાથ દઈ લમણે,
આંખેથી વહેતી'તી અશ્રુધાર, મનડાં...
મનમાં એક જ વિચાર હતો,
દીકરી ખૂબ ખૂબ સુખી થાય, મનડાં...
સૂરજ જાણે પશ્ચિમમાં ઊગ્યો,
પડે છે ચંદ્રનો ઝાંખો પ્રકાશ, મનડાં...
બધાં આપે છે માતાને ધીરજ,
પિતાને આપે છે હૈયાધારણ, મનડાં...
પોતપોતાનાં ઘરે બધાં ચાલ્યાં,
સૌનાં મુખ ઉપર હતું દુઃખ, મનડાં.
