STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

5.0  

Bhavna Bhatt

Inspirational Others

વિધાતા

વિધાતા

1 min
1.0K


થાકીને શું બેઠા છો, જરા ચાલીને તો જુવો,

અંધારાની વાત છોડો, વિધાતા પર ભરોસો કરી તો જુવો.


આંખના આંસુ તો બધાયે વહાવે છે,

તું તારી આંખોમાં બે આંસુ રોકી તો જો.


માયુસી પોતે જ મહોરી ઉઠસે દુનિયાની,

તું ખુદ જ તારો વિધાતા બની તો જો.


દુનિયાના ફૂલો કેમ ના લાગે ખુશ્બુ નીતરતા,

કોણ છે આ બાગનો વિધાતા તું જાણી તો જો.


દુનિયા તો યુગ યુગથી છે જ પથ્થર જેવી,

તું તારી જાતને વિધાતાના ટાકણે ઘડી તો જો.


રચનાઓ તો સહુ રચી શકે ભાવના ભરી,

વિધાતાના લેખ કોણ વાંચી શકે છે એ જાણી તો જો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational