STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Children

3  

Ramesh Patel (Aakashdeep)

Children

વ્હાલાં પૂનમનાં અજવાળાં

વ્હાલાં પૂનમનાં અજવાળાં

1 min
195

વ્હાલાં પૂનમનાં અજવાળાં….


કરજો  સ્નેહતણા સરવાળા

વ્હાલાં પૂનમનાં અજવાળાં


આજ બહેનનું મુખડું મલકે

મઘમઘ થાતું અંતર છલકે

આવ ભાઈલા…

ગુંજે  નાદ ગગન વિશાળા

વ્હાલાં પૂનમનાં અજવાળાં


છમછમ  ઝાંઝર  હૈયે   રણકે

મીઠી યાદો બચપણની ઝબકે

વ્હાલી વીરાની બહેની…

ભાઈ  ધરે મમતાના થાળા

વ્હાલાં પૂનમનાં અજવાળાં


પર્વ  પાવન  આજ રક્ષા બંધન

તિલક  કરી દઉં આશિષ બાંધવ

વિશ્વે  હો  બાંધવતાના સરવાળા

શ્રાવણી પૂનમ ધરજો રે અજવાળાં(2)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Children