STORYMIRROR

Shaurya Parmar

Children

3  

Shaurya Parmar

Children

વડલાદાદા

વડલાદાદા

1 min
14K


જાજરમાન દાદા 
એમની મોટી હવેલી 
અસંખ્ય રહેતા સાથે 
લાગે મોટી પહેલી 

આપ્યું નાનાને 
ભિંજાયેલુ ભોંયરુ 
છાનામાના 
ભેગા કરે કણને 

હવેલીના વિભિન્ન ઓરડે 
ઊંચે મોં ખોલી બેઠા 
લોહીની સગાઈ લાવે 
ભાવતા ચણને 

અતિથિ આવે અગણિત 
મજાનો કલરવ 
કૂદાકૂદ હૂપાહૂપ 
જોવાય મજાના 
ચરતા ધેનુના ધણ

લાડ લડાવે દાદા 
સર્વને કરાવે મોજ 
ડર લાગે મુજને 
સર્વથા સાથે રહે 
ન કરવી પડે ખોજ 


Rate this content
Log in

Similar gujarati poem from Children