STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

3  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

વૈભવ વસંતી દીકરી

વૈભવ વસંતી દીકરી

1 min
191

સંસારની ઉત્તમ ગઝલનો પ્રાસ છે આ દીકરી,

સમજાય સાચી વાત તો, અજવાસ છે આ દીકરી,


ઓઢે ઉદાસી આંગણું ! કરમાયજો એ કૂખમાં,

ભારો ગણો કા સાપનો ? સુવાસ છે આ દીકરી,


વૈભવ વસંતી દીકરી ! શણગાર સારી સૃષ્ટિનો,

સંજોગ સામે ઝૂકશે ના, ખાસ છે આ દીકરી,


કરતી રહે છે લાડ સૌને, સ્નેહનું ઝરણું બની,

કુબેરના ભંડાર સરખી, રાશ છે આ દીકરી !


કટકો ગણી લો કાળજાનો, ભેદ કરશો ના કદી,

છે ભવિષ્ય નિધિ 'શ્રી' કાલની, ઉજાસ છે આ દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy