STORYMIRROR

VARSHA PRAJAPATI

Tragedy Others

4  

VARSHA PRAJAPATI

Tragedy Others

વાયરસનો ત્રાસ

વાયરસનો ત્રાસ

1 min
162

સાચું છે આ જીવન નથી, એ શ્વાસની વણઝાર છે,

પળપળ ઘટે છે જિંદગી શું મોતની સરકાર છે ?


સૌ માસ્ક બાંધીને ફરે, ઘરમાં રહીને પણ ડરે,

આ કાળમૂઆ વાયરસનો ત્રાસ અપરંપાર છે,


વારા પછી વારો હશે, તારા પછી મારો હશે,

ખોટા વિચારોની સતત મનમાં ભરી ભરમાર છે,


ડૉક્ટર બની આવ્યા અહીં, પૂર્યા ઘણાના શ્વાસ પણ,

જાણે સમયના હાથમાંથી છૂટતો ધબકાર છે,


ખાલી ના કોઈ બેડને, શોધે બધા એ શ્વાસને,

જોયું મેં અંતિમધામમાં ત્યાં લાશનો દરબાર છે,


માનવ મટી દાનવ બન્યો, રાઘવ મટી રાવણ બન્યો,

આ જીવનું રક્ષણ પ્રભુ માટે હવે પડકાર છે,


આતમ કરે છે નાદને આ આંખ વરસે આંસુડે,

ડૂબાડનારો તું નથી, બસ તું જ તારણહાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy