વાત ન થાય !
વાત ન થાય !
ગુજરાતની તો વાત ન થાય
રણમાં પણ વરસાદ થાય !
ગુજરાતની તો વાત ન થાય
રેતીમાં પણ ખેતી થાય !
ગુજરાતની તો વાત ન થાય
ડુંગર તોડી રસ્તા થાય !
ગુજરાતની તો વાત ન થાય
જંગલમાં પણ મંગલ થાય !
ગુજરાતની તો વાત ન થાય
સેવા કરવા સૌ તૈયાર થાય !
ગુજરાતની તો વાત ન થાય
રાતો રાત સદાવ્રત થાય !
ગુજરાતની તો વાત ન થાય
જનમાં પ્રભુના દર્શન થાય !
ગુજરાતની તો વાત ન થાય
ગામે ગામ શૂરવીરો થાય !
ગુજરાતની તો વાત ન થાય
મા ભોમ કાજે શહીદ થાય !
'વાલમ' એની વાત ન થાય
જગમાં જય જય કાર થાય !
