STORYMIRROR

Shaurya Parmar

Tragedy Inspirational Others

0  

Shaurya Parmar

Tragedy Inspirational Others

વાત હજુ નથી સમજાતી

વાત હજુ નથી સમજાતી

1 min
217


વાત હજુ નથી સમજાતી

મૃત્યુ આપવા તને આટલી દૂર કેમ લઈ ગયા ભગવાન?

એ વાત હજુ નથી સમજાતી

જ્યારે જયારે તને તકલીફ પડી હું દવાખાને સાથે રહેતો,

તો પછી છેલ્લી ઘડીએ ભગવાને મને મોકો કેમ ન આપ્યો?

એ વાત હજુ નથી સમજાતી

જાણે અભિમન્યુને મારવા સાત સાત કોઠાની રચના હોય,

એમ તને પાંચ પાંચ રાજ્ય દૂર લઈ ગયા,

અને અર્જુનને જયદ્રથ પાછળ દોટ મુકાવી દઈને,

તને મારી જાણ બહાર દુનિયામાંથી લઈ ગયા,

શું મારા પર ભગવાનને એટલો બધો ભરોસો હશે?

એ વાત હજુ નથી સમજાતી

કેટકેટલા દવાખાના કર્યા જીવનમાં બીજાના,

પણ તારી અંતિમ ક્ષણોમાં હું કશું ના કરી શક્યો,

રખેને ! એક મોકો મળ્યો હોત મને,

હનુમાનજીની જેમ સંજીવની લાવી દેત,

શું એ વાત ભગવાનને પણ ખબર હશે ?

એ વાત હજુ નથી સમજાતી

એનો કાયદો ખોટો મા,

અને હું આવીશ એવું કહ્યું હતું તે,

એટલે તારો વાયદો ખોટો મા,

તમે બંને એ મને છેતર્યો એ નક્કી વાત છે,

શું હરાવી મને તમને અનેરો આનંદ મળ્યો હશે ?

એ વાત હજુ નથી સમજાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy