વાત અધૂરી રહી ગઈ
વાત અધૂરી રહી ગઈ
માન્યું કે લાગણીઓની જગ્યા દિલમાં ઓછી થઈ ગઈ,
જાણે અજાણે વિચારોમાં ક્યાંક દૂરી થઈ ગઈ,
સમજણ બધી જ હોવા છતાં ગેરસમજ ઊભી થઈ ગઈ,
કહેવું ઘણું છે આ મન અને હૃદયને પણ કહેતા પે'લા જ વાત પૂરી થઈ ગઈ,
વાણી ને વિચારો અથડાય છે એક બીજાથી માત્ર હવે,
જે વાત કહેવાની હતી એ તો અધૂરીજ રહી ગઈ,
માન્યું કે લાગણીઓની જગ્યા દિલમાં ઓછી થઈ ગઈ,
જાણે અજાણે વિચારોમાં ક્યાંક દૂરી થઈ ગઈ.