વાસ્તવ
વાસ્તવ
આવ જા આ શ્વાસ છે, એ જ સાચી વાત છે,
શ્વાસ પર વિશ્વાસ છે, એ જ સાચી વાત છે,
વિષ વાસ પણ ખાસ છે, એ જ સાચી વાત છે,
જીવતી હર લાશ છે, એ જ સાચી વાત છે,
લાશ ને પણ નાઝ છે, એ જ સાચી વાત છે,
નાઝનો એતરાઝ છે, એ જ સાચી વાત છે,
એતરાઝી તાશ છે, એ જ સાચી વાત છે,
તાશ બહુ બદમાશ છે, એ જ સાચી વાત છે,
લે, બદમાશી ખાસ છે, એ જ સાચી વાત છે,
ખાસ એવા બાઝ છે, એ જ સાચી વાત છે,
બાઝ નો પણ નાશ છે, એ જ સાચી વાત છે,
નાશ નો એતરાઝ છે, એ જ સાચી વાત છે,
શ્વાસ પર વિશ્વાસ છે, એ જ સાચી વાત છે,
આવ – જા, આ શ્વાસ છે, એ જ સાચી વાત છે.
