વાગડ
વાગડ


હવા હલેસતો પથ્થર પીગળતો મારે દેશ
વીરભૂમિ વાલપની વાગડ કરતો આદેશ,
ડુંગરા તટ રેતાળ, વન વગડો વિલાપ
ખેર, બેર, બોર આવળ બાવળ મિલાપ,
ઊંચી પનિહારી પાતળી ને હાથમાં હેલ
કૂવા ઊંડા અંધારિયાં દેખતી સપને છેલ,
શૂરાપૂરા પાળિયા અડીખમ ઊભા ગોંદરે
વાછલડી વઢિયારી અણિયાળી દે ભૂદરે,
હવાડે મીઠાં નીર ટાહોળતાં ઊભા ઊંટિયાં
રેતમાં ચલાવે વહાણ લઈ લાંબા ટાંટિયાં,
હવા હલેસતો પથ્થર પીગળતો મારે દેશ
પાછો પડે નહીં વાગડે માડુ ખેડતો પરદેશ.