વાદળ
વાદળ
મારે તો ફક્ત એક વાદળ અડવું હતું,
બહુ તો નહીં, પણ થોડુ ઘણું ઊડવું હતું,
દિલમાં દટાયેલી આશાઓની પાંખે
આભમાં થોડું રખડવું હતું...
દિલની દુનિયાનાં, પ્રેમ પગથિયે ચઢવું હતું,
અજાણતાં જ ક્યાંક કોઈકના પ્રેમમાં પડવું હતું,
અનાયાસે જ છલકાઈ જતાં હેતને મળવું હતું,
ને દિલનાં ખૂણાને પ્રેમથી રોશન કરવું હતું..
અઘરો છે આ દાવ, પણ થોડું ખેલવું હતું,
જીતી લે કોઈ મુજને, એમ મારે હારવું હતું,
કોઈક માટે "હું" જ ખાસ છું, એવું લાગવું હતું,
પ્રેમ જ સર્વસ્વ છે જગતમાં,
એવું દિલને થોડું 'ફોસલાવવું' હતું.