STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy Inspirational

3  

Meena Mangarolia

Drama Fantasy Inspirational

વાદળ

વાદળ

1 min
25.9K


આજે

એકલું

ભૂલુ પડયું છે,

એક વાદળ

પવન વિના,

ભાર વિના,

હેતુ વિના,

પહેર્યુ છે,

તડકાનું અંગરખું

ધવલ ધવલ,

જાણે અવકાશ સરોવરમાં,

હંસ ફરતો હોય તેવું,

બહાર દેખાય ધવલ ધવલ,

અંદર શ્યામલ રંગે

કસબથી મઢેલું,

હવાનાં હેલારે,

તરતું અવકાશમાં

રાહ જોઈ,

અન્ય વાદળ ઉમટ્યાં,

ઘટાદાર ટોચ ચમકીને,

વરસી પડ્યું એકરસ થઈ,

અવની તટ પર,

ઝરમર ઝરમર ઝરમર

અને

હું ભીંજાઉ અનહદનાં અવસરીએ..


Rate this content
Log in

Similar gujarati poem from Drama