ઊંચો નીચો
ઊંચો નીચો


હું ઊંચો, તું નીચો, કેવો આ ખ્યાલ છે,
માણસે જ બનાવેલ આ કેવો રિવાજ છે,
ખુદા એ બનાવ્યો નથી કોઈ નિયમ એવો,
લાગે છે આ તો ઇન્સાનની જ કમાલ છે,
યુગો ના યુગો વીતી ગયાં છતાં જૂઓ,
આજે પણ એ દોહરાવાતી મિસાલ છે,
આજે બદલે, કાલે બદલે, ના બદલે કદી,
બદલે છે માણસ, એ માણસની ચાલ છે,
હે ખુદા! તું જ કર કોઈ ચમત્કાર હવે,
બદલાશે આ રિવાજ? એ જ સવાલ છે.