STORYMIRROR

Shaurya Parmar

Fantasy Classics Inspirational

3  

Shaurya Parmar

Fantasy Classics Inspirational

ઊડી ઊડી રે પતંગ મારી ઊડી રે

ઊડી ઊડી રે પતંગ મારી ઊડી રે

1 min
27.2K


ઊડી ઊડી રે પતંગ મારી ઊડી રે...

ચડી ચડી રે પતંગ મારી ચડી રે...

ઓલી ભૂરી, પીળી,કાળી ને રાતી, 

મારી પતંગ સૌના મનમા સમાતી, 

એની ભાત આભે કેવી પડી રે... ઊડી ઊડી રે પતંગ...

સૌથી ઊંચી આકાશે કેવી રેલાતી, 

ચારેબાજુ ધાક એની કેવી ફેલાતી,

કાપે કાપે પતંગ ઘડી ઘડી રે... ઊડી ઊડી રે પતંગ...

પવન આવે ને એ કેવી હરખાતી, 

પ્રેમે, આનંદે એ હસતી દેખાતી, 

જોઈ એને બીજી બધી બળી રે...ઊડી ઊડી રે પતંગ...

મારો ખેંચ મૂકો ઢીલ,એ ના ફસાતી, 

એતો મારી પતંગ કદી ના કપાતી, 

કેવી સુંદર સખી મને મળી રે...ઊડી ઊડી રે પતંગ...

ઊડી ઊડી રે પતંગ મારી ઊડી રે...

ચડી ચડી રે પતંગ મારી ચડી રે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy