STORYMIRROR

Ajit Chavda

Children Inspirational

3  

Ajit Chavda

Children Inspirational

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
587



મનભરી આજે તમે સૌ પતંગ ચગાવજો,

દિલથી ઉત્તરાયણ પર્વની સૌ ઉજવણી કરજો.


બોર, ચિક્કી, શેરડી, જલેબીનો આનંદ માણજો,

પછી જીવનભર તમે મીઠી મધુર વાણી રાખજો.


સંબંધોમાં ક્યારેય આવે ન કોઇ કડવાશ,

એવા કિન્ના તમે આજે દરેક સંબંધ હારે બાંધજો.


'હું' નામના અહમને અંતરમાંથી હટાવજો,

પ્રેમ ભર્યાં હૈયે હર કોઈને દિલમાં વસાવી લેજો.


કોઈ સાથે ક્યારેય દાવપેચ ન કરજો,

સંબંધ સાચવવા ગૂંચવાયેલા પેચને દૂર કરજો.


પતંગ ચગાવવા જેમ ઢીલ-ખેંચ તમે કરો,

એમ સંબંધો સાચવવા થોડી ઢીલ-ખેંચ કરજો.


ઈર્ષાના જીવનમાંથી પેચ કાપી નાખજો,

કહે 'અજીજ' તકેદારી રાખીને તહેવાર મનાવજો..

મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ


Rate this content
Log in

Similar gujarati poem from Children