ઉતારી લ્યો
ઉતારી લ્યો
આગળ જઈને વધ્યા કરો આગળનું કઈક કરો
પાછળ રહીને પસ્તાયા કરતા આગળ વધીને રહ્યા કરો,
સમજણના સોપાનને કઈક વાત કરી ઓળખી લ્યો
જીવનનાં તમામ કામને અપનાવી લ્યો,
મનના મોહનને કઈક કહીને મનાવી લ્યો
સૌરભના સૂરજને સૌ સાથે વધાવી લ્યો,
સ્મિતના મિતને મોજ માણીને જાણી લ્યો
હૈયાના હરખને કઈક કહીને ઓળખાવી લ્યો,
મોસમને કઈક કહીને વરસાવી લ્યો
જીવનના રંગોને જીવનમાં ઉતારી લ્યો.
