STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

ઉગ્યો સૂરજ

ઉગ્યો સૂરજ

1 min
14K


રે સખી આમ તો જો સમી સાંજે ઊગ્યો સૂરજ,

ઝાકળ બધું જ સમેટીને લે આ ઊગ્યો સૂરજ,


ઊઠી જાવ સૌ આંખો ચોળી આ ઊગ્યો સૂરજ,

ગયો અંધકાર હવે આઘો આ ઊગ્યો સૂરજ,


લાલ ઘૂમ થઇ આ ક્ષિતિજ આ ઊગ્યો સૂરજ,

એ ગઈ કતાર પંખીઓની આ ઊગ્યો સૂરજ,


આળસ મરડી જીવન હલ્યું આં ઊગ્યો સૂરજ,

હાકલ પડી કર્મ કરવાની આ ઊગ્યો સૂરજ,


મેં કીધું મનનાં માણીગરને આ ઊગ્યો સૂરજ,

લે હાલ કરી લઈ થોડો પ્રેમ આ ઊગ્યો સૂરજ,


મસ્તીથી હસી લઈએ સખી આ ઊગ્યો સૂરજ,

ભીનાશને આંખે ભરી લઈએ આ ઊગ્યો સૂરજ,


આ પળ જીવી લઈએ સાથે આ ઊગ્યો સૂરજ,

કુમળા કિરણોમાં નાહી લઈએ કે ઊગ્યો સૂરજ,


ફોરમ થઇ મહેકી ઊઠીએ સૌ કે ઊગ્યો સૂરજ,

મોતી ઝાકળના વીણી લઈએ ઊગ્યો સૂરજ,


સૌ વાવીએ "પરમ" વિચારો કે ઊગ્યો સૂરજ,

થઈએ સૌ "પાગલ" સાથે મળી કે ઊગ્યો સૂરજ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama