STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others

4  

'Sagar' Ramolia

Fantasy Others

તું મને જોતો હશે

તું મને જોતો હશે

1 min
182

આભેથી ઝગમગતાં સિતારે તું મને જોતો હશે,

કોઈ નદીના સ્વચ્છ આરે તું મને જોતો હશે,


પાણીમાં છબછબિયાં કરી હું ઊછળીને નાચતો,

ત્યાં નાચતી કો' મેઘધારે તું મને જોતો હશે,


વનરાજી હેલારા લઈ મન મારું જ્યારે મોહતી,

ફૂલોની ખુશબૂના ઈશારે તું મને જોતો હશે,


તારા ગજબના આ જગતમાં જ્યારે હું આગળ વધું,

ત્યાં કોઈ તરણાના સહારે તું મને જોતો હશે,


'સાગર' લગાવી ડૂબકી કુદરતમાં હું ડૂબી ગયો,

ત્યાં તારા એ અદ્ભુત નજારે તું મને જોતો હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy