તું મળવા આવે કાન
તું મળવા આવે કાન
તમન્ના બધી જાગી ઊઠે જો તું મળવા આવે કાન
આ ૠતુ બદલાઈ જાય જો તું મળવા આવે કાન,
જમાનો અરે જલી જાય જો તું મળવા આવે કાન
આ દુનિયાભરના ઝગડા,
ઘરના હાલ ને ચાલ
બધી બલા ટળી જાય જો તું મળવા આવે કાન,
દૂર રહી રોજ રોજ તરસાવે છે સાચે આવે કાન.
