તું લઈને આવ્યો ઉજળી પ્રભાત
તું લઈને આવ્યો ઉજળી પ્રભાત
છુપાયેલી છે મનમાં ઘણીયે વાત,
વાતો વાતોમાં પૂરી થઈ જશે રાત,
તને ચાહું છું હું જાત કરતા વધારે,
જગ સામે આજે કરી લઉં કબૂલાત,
સાવ રંગવિહીન હતી મારી જિંદગી,
પાડી દીધી છે તે એમાં સુંદર ભાત,
તે આપ્યો જીવનમાં સુંદર સહકાર,
તારા થકી મુસીબતને આપી મે માત,
તારા પ્રેમ થકી મહેક્યો જીવનબાગ,
બસ આજે અર્પણ કરું છું મારી જાત,
તારા આગમને ઉદાસી મારી થઈ ગાયબ,
ખુશીઓ લઈ આવી ફૂલોની આખી નાત,
હતી જિંદગી મારી અંધારી અમાસ જેવી,
જાણે તું લઈને આવ્યો છે ઉજળી પ્રભાત !
