Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Twisha Bhatt

Fantasy

4  

Twisha Bhatt

Fantasy

તું ક્યાં ખોવાઈ ગઈ ?

તું ક્યાં ખોવાઈ ગઈ ?

1 min
265


સંધ્યાની લાલિમા ઓઢી અપાર સૌંદર્યને પામતી,

ઊગતાં સૂરજને તેજે ક્ષણવારમાં અલોપ થતી,

હે મોહક ચાંદની ! તું ક્યાં ખોવાઈ ગઈ ?


મધરાતે પર્ણો પર સુંદર ચાદર સમી પથરાતી,

પ્રથમ સૂર્યકિરણ સંગ સંતાકૂકડી રમતી એવી,

હે ઝાકળની બૂંદ ! તું ક્યાં ખોવાઈ ગઈ ?


શૈશવનાં ભોળપણને છોડી કૌમાર્યની ઝાંખી કરાવતી,

ઘડપણ રૂપી ચક્રવ્યૂહમાં મંદ મંદ ઘરકાવ થતી એવી,

હે ચંચળ યુવાની ! તું ક્યાં ખોવાઈ ગઈ?


સુખદુઃખ ભરી અનિશ્ચિત ઘટમાળ છે જીવનની, 

એમાં ડગલે ને પગલે સતત વિચલિત થતી એવી,

હે મનની શાંતિ ! તું ક્યાં ખોવાઈ ગઈ ?


Rate this content
Log in