STORYMIRROR

Dr. Ranjan Joshi

Romance

4  

Dr. Ranjan Joshi

Romance

તું આવ ને

તું આવ ને

1 min
381

સમયની સાથે સરી ફરી તું આવ ને!

અઢળક યાદો ભરી મને તું આવ ને!


દરેક‌ દર્દની દવા બની તું આવ ને!

હાસ્યના મોજાં શબ્દે ભરી તું આવ ને!


અસહ્ય તારી યાદ છે તું આવ ને!

આંસુઓ ચોધાર છે તું આવ ને!


સંવેદનો આ ઝઘડે છે‌ તું આવ ને!

એકલતા હવે કનડે છે તું આવ ને!


મનભરીને હસવું છે તું આવ ને!

તારી સાથે લડવું છે તું આવ ને!


તારી ચકલી બનીને ઉડવું છે તું આવ ને!

આ એક જ 'રંજ' જીરવવા પાછો આવ ને!


Rate this content
Log in

Similar gujarati poem from Romance