STORYMIRROR

Mittal Purohit

Drama

3  

Mittal Purohit

Drama

ટોળાને તપાસીએ

ટોળાને તપાસીએ

1 min
2.2K


દોડતા સમયની વચ્ચે ઉભેલા આ, ટોળા ને તપાસીએ,

મળે કોઈ એકાદ માણસ આ જ, ટોળા ને તપાસીએ.


હર ક્ષણ ઉમેરાતો જાય છે અહી એક નવો ચહેરો,

પહેરેલા મુખોટા નીચે હશે માણસ, ટોળા ને તપાસીએ.


હરિફાઈ થાય છે અહી એક બીજા ને નીચે પાડવાની,

બિનહરીફ મળી જાય કોઈ માણસ, ચલો ટોળા ને તપાસીએ.


પ્રેમની રમત જીતનારા મળશે ઘણા આ દુનિયામાં,

હારીને ય પ્રેમ કરનાર હશે કોઈ માણસ, ચલો ટોળા ને તપાસીએ.


સુખી કરવા પરિવાર ને સતત વ્યસ્ત રહી સર્વ અહી,

પરિવારમાં વ્યસ્ત હશે કોઈ ખુશ માણસ, ચલો ટોળા ને તપાસીએ.


અર્થ અને કામના નશામાં ખુદને ડુબાડી રહ્યા છે લોકો,

ધર્મ અને મોક્ષના દ્વારે હશે કોઈ માણસ, ચલો ટોળા ને તપાસીએ.


ઉમટ્યાં છે અહી જીવનને સાર્થક કરવા કાજ લોકો,

મર્મ મૃત્યુનો સમજે કોઈ માણસ ચલો ટોળા ને તપાસીએ..

ચલો ટોળા ને તપાસીએ........


Rate this content
Log in

Similar gujarati poem from Drama