ટીવીમાં
ટીવીમાં
મશગૂલ છે હરકોઈ ટીવીમાં,
પછી તો બાકીયે શું હોઈ ટીવીમાં !
ડૂબેલ રહેતાં સદા દાદા-દાદી,
પિતા-માતા ને ફુવા-ફોઈ ટીવીમાં !
ડૂબેલ રહે બહેન-ભાઈ-ભાભી,
સાથે નણંદ-નણદોઈ ટીવીમાં !
ટીવી પછી મહાભારત ઘરમાં,
જોતાં બગડે જો રસોઈ ટીવીમાં !
એક ખોબા જેટલા અજવાળામાં,
દુનિયા પૂરેપૂરી જોઈ ટીવીમાં !
‘સાગર’ બાળકો ભણતર છોડે,
મન-બુદ્ધિ સઘળું ખોઈ ટીવીમાં !
