STORYMIRROR

HANIF MEMAN

Children

4  

HANIF MEMAN

Children

ઠંડી

ઠંડી

1 min
261

થરથર થરથર કાયા કંપાવતી આવી ઠંડી,

હવે બદન પર નહીં ચાલે રોજ એકલી બંડી.

 

બારી - બારણાં બંધ કરી સૌ ઘરમાં પુરાઇ જાય, 

બરફીલા પવનો સામે કોઈ ચકલુંયે ના ઠેકે વંડી. 


કાઢો ગોદડાં, મોજાં, ટોપી ને સ્વેટર,

આખો દિવસ શીદ ફરવું પહેરી એકલી ચડ્ડી.


બીટ,ગાજર, શક્કરિયા ને જોવા મળે લીલી ભાજી,

તાજાં - તાજાં શાકભાજીની રોજ ભરાય મંડી.

 

કચરિયું, મેથી, અડદ ને ગુંદના થાય લાડુ ,

ગરમ ગરમ રસોઈની 'બા' બતાવે લીલી ઝંડી.

 

ઉંધિયું, ચીકી, ગાજર ને દુધીનો હલવો ખવાય, 

રંગબેરંગી પતંગોથી શોભી ઊઠે ઉત્તરાયણે આભલડી.

  

ઘઉં, ચણા ને કપાસના મોલથી લહેરાય ખેતર,

પશુ ,પક્ષી, માનવ સૌ ગોતે ઘરની ભીંતલડી.


Rate this content
Log in

Similar gujarati poem from Children