STORYMIRROR

Meena Mangarolia

Inspirational Romance Tragedy

3  

Meena Mangarolia

Inspirational Romance Tragedy

તસવીર

તસવીર

1 min
26.4K


ધૂંધલી આંખો એ નીરખી રહ્યો છું...

આ વણઝાર તસ્વીરોની...

વીતેલા જીવન ઈતિહાસ ભૂગોળ ગણિતની...


સમજાઇ ગયું, કઈ તસ્વીરની યાદને દિલમાં સજાવું?

એક તન, મન અને દિલમાં

હરદમ સમાઈ ગઈ છે....

શ્વાસે શ્વાસમાં સમાઈ ગઈ છે...


મારા આથમતા જીવનનો

છે સાથ સથવારો,

મારા રુદિયાની રાણી..

આપમેળે ગોઠવાઈ ગઈ છે...

અને એ કક્ષમાં

હું એક ચિતે પરોવાઈ ગયો છું.


અને બહાર નીકળવાનો રસ્તો

પણ મળતો નથી...

મથું તો છું કંઈક જીવનનું સરવૈયું કાઢવા...

પણ કયાથી મળે એનો તાલો...

ભગવાને જ ઘડેલો છે આ માલો...


પ્રેમ, ધૃણા અને ધિક્કારના

ગણિતમાં થઈ જાય છે ગોટાળો...

પણ માનવીના હાથમાં એ ઉકેલવો શક્ય નથી...


જીવનમાં નિરાશાની કોઈ કેડી નથી...

સમયની ચક્રગતિમાં કયારે વીતી જશે

આમ જ બાકી નો સમય ગાળો...

જિંદગી અવિરત દોડયા કરે છે...

પકડુ પકડુ ત્યાં દોડી દોડી જાય...


સમયની રફતાર સાથે ક્યારે

મળશું.... કયારે... અલવિદા...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational