તરસ અધુરી
તરસ અધુરી
કુદરતે આપ્યું અફાટ, તોય તરસ અધુરી,
જીવનગાડું સડસડાટ, તોય તરસ અધુરી,
પોતીકાંનો સ્નેહ મળ્યો, જેમ ઘુઘવે રત્નાકર,
લાગણીઓ ખડખડાટ, તોય તરસ અધુરી,
જ્ઞાનપિપાસાએ સમજાયું, પુણ્ય-પાપ મુલ્ય,
મનમોતી કરે ચળકાટ, તોય તરસ અધુરી,
એષણાઓ સઘળી, પહોંચી પૂર્ણતાને આરે,
નાદ ગાજે ગડગડાટ, તોય તરસ અધુરી ,
પ્રકાશ પાસે તિમિર, ક્યારેય ટકી શકે નહીં,
શમી ગયો છે ઉકળાટ, તોય તરસ અધુરી,
જીવન મરણનો ભેદ, ઉકેલાયો સરળતાથી,
‘દિવ્ય’ તેજે ઝડહળાટ, તોય તરસ અધુરી.
