STORYMIRROR

Aswin Patanvadiya

Children Inspirational

3  

Aswin Patanvadiya

Children Inspirational

ત્રિરંગો

ત્રિરંગો

1 min
817



ત્રિરંગાની વાત કહું, ત્રિરંગાની વાત,

ભાઇ મારા સાંભળ ત્રિરંગાની વાત,


ત્રિરંગામાં ત્રીજો રંગ લીલો રે આવતો,

લીલા તે વૃક્ષોની યાદ રે અપાવતો,

વૃક્ષપ્રેમનો એ સંદેશો આપી જાય,

ભાઇ મારા સાંભળ ત્રિરંગાની વાત,


ત્રિરંગામાં બીજો રંગ સફેદ રે આવતો,

શ્વેત ચાંદાની તે યાદ રે અપાવતો,

સ્વચ્છતા શાંતિનો સંદેશો આપી જાય,

ભાઇ મારા સાંભળ ત્રિરંગાની વાત,


ત્રિરંગામાં પહેલો રંગ કેસરીયો આવતો,

વીર શહીદોની યાદ રે અપાવતો,

દેશપ્રેમનો એ સંદેશો આપી જાય,

ભાઇ મારા સાંભળ ત્રિરંગાની વાત,


ત્રિરંગાની વચ્ચે, ગોળ ચક્ર રે આવતું,

અશોક રાજાની એ યાદ રે અપાવતું,

કાર્યશીલ રહેવાનો સંદેશો આપી જાય,

ભાઇ મારા સાંભળ ત્રિરંગાની વાત,


ભારતનો ત્રિરંગો, પ્યારો તિરંગો,

સરદાર- ગાંધીની યાદ રે અપાવતો,

આઝાદની વીરતાએ હાથ મૂછે અડી જાય,

ભાઇ મારા સાંભળ ત્રિરંગાની વાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children