STORYMIRROR

Isha Kantharia

Romance Fantasy

3  

Isha Kantharia

Romance Fantasy

તરબતર

તરબતર

1 min
213

આખા ગામને આપણા પ્રેમની ખબર હતી,

તેથી જ તો સૌની આપણાં પર નજર હતી,


નદી જેમ મળતી હોય છે સાગરને સ્નેહથી,

તેમ મિલન વેળાએ તારી આંખો તરબતર હતી,


પીડા અને કષ્ટોથી ભરી હતી આ મંઝિલ,

પણ તારો સાથ મળતા મીઠી લાગી આ સફર હતી,


હસતાં રમતાં જિંદગી જીવતાં જોઈને તો,

લોકોના ઘરમાં ભર વસંત પણ પાનખર હતી,


જીવનમાં આપણે લાખો લોકો મળે છે "સરવાણી"

પણ આપણને મળતા એ પળ સૌથી પર હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance