STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

તોયે છોકરો સારો

તોયે છોકરો સારો

1 min
423

કાયમ છે બિચારો, તોયે છોકરો સારો,

આવે ન ક્યાંય આરો, તોયે છોકરો સારો,


ખોવાય પાવલી તો પણ આવી બન્યું,

કરી મૂકે દેકારો, તોયે છોકરો સારો,


નજીક આવે તો નાક કરવું પડે બંધ,

પૂરેપૂરો ગંધારો, તોયે છોકરો સારો,


નાકની નદીને પડવા દેતો ન નીચે,

જીભ મારે લબકારો, તોયે છોકરો સારો,


‘સાગર’ તોયે બલાઓની લાગી કતાર,

કર્યા રાખે લવારો, તોયે છોકરો સારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy