તો લખવું બને
તો લખવું બને
જિંદગી ટીપાય તો લખવું બને, એમ ચમકી જાય તો લખવું બને,
જિંદગીની બંધ બારી ખૂલતાં, કોઈ ત્યાં ડોકાય તો લખવું બને,
નાચવા લાગે હવા પણ લ્હેરથી, કંકુ ત્યાં ઢોળાય તો લખવું બને,
આ ગઝલ જો સપ્તરંગી થાય ને, મેઘધનુ સર્જાય તો લખવું બને,
વાત 'સાગર' આ ગઝલની સૌ મુખે,ચોતરફ ફેલાય તો લખવું બને.
