તને કેમ ભૂલું મા
તને કેમ ભૂલું મા
દુગ્ધમાંથી સુગંધની ઓળખ કરાવી,
ભીનામાંથી કોરામાં સૂવડાવી...
તને કેમ ભૂલું મા...?
તારા શ્વાસે શ્વાસે મેં શ્વાસ લીધો,
તારા પગ ઉપર પગ રાખી હું ચાલતા શીખ્યો...
તને કેમ ભૂલું મા...?
મારા જન્મ વખતે તે ભોગવી પીડા તન-મનથી,
મારા ભવિષ્યની તે કરી ચિંતા મારા જન્મથી જ...
તને કેમ ભૂલું મા...?
તારા સ્પર્શથી મારું રડવું બંધ થાય,
મારા હસવાથી તારી દ્વિધા દૂર થાય...
તને કેમ ભૂલું મા...?
નવ મહીના તે ભોગવી પીડા,
તારા પ્રેમના હાલરડે મારી થાય નિદ્રા...
તને કેમ ભૂલું મા...?
દૂધ ન પીવાથી, ઘોડીયામાં ન સૂવાથી
તું થાતી બેબાકળી,
મારા હસવાથી, મારા રમવાથી
તું થાતી બાવરી...
તને કેમ ભૂલું મા...?
હાલરડાં કેરા ઘોડીયે તે સૂવડાવ્યો છે મને,
અબૂધ બાળકમાંથી 'માનવ' બનાવ્યો છે મને...
તને કેમ ભૂલું મા...?