STORYMIRROR

Deepak Mahida

Romance

3  

Deepak Mahida

Romance

તમારી ખોટ સાલે છે...

તમારી ખોટ સાલે છે...

1 min
28.1K


સવારે, સાંજ ને રાતે તમારી ખોટ સાલે છે.
ઘડી ચોવીસ, દિન સાતે તમારી ખોટ સાલે છે.

કવિતાની બધી વાતે તમારી ખોટ સાલે છે..
શબદની સર્વદા ભાતે તમારી ખોટ સાલે છે..

 નથી લાવી મને કિસ્મત કે ના મોત પણ લાવ્યુ,
પધાર્યો હુ જ છુ જાતે, તમારી ખોટ સાલે છે.

 કરુ હુ આંખની ફરતે, નિશાની કોઇ સપનાની,
પછી તો ઉંઘુ નિરાતે, તમારી ખોટ સાલે છે..

કલમની ટોચ પર જીવન, હવે અટકી ગયુ 'જ્હાનુ',
કરી દ્યો દર્દ મુજ ખાતે, તમારી ખોટ સાલે છે..

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance