STORYMIRROR

Deepak Mahida

Inspirational

2  

Deepak Mahida

Inspirational

મજબૂત હાથ...

મજબૂત હાથ...

1 min
2.9K


આજે ફાધર્સ ડે નિમીત્તે પપ્પા વિષે લખવા બેઠો...
રોજ ઝાકળના ઝરણા વહાવતી કલમમાથી
અચાનક બરફ પડવા લાગ્યો,
થીજેલી લાગણીઓનો...

સ્પર્શતા ફુલ જેટલી જ કોમળ લાગતી કલમ,
ભારે થવા લાગી...
તેનો ભાર એટલો વધ્યો કે
મારા હાથ ઝૂકવા લાગ્યા...

મારા હાથ કલમના ભારથી સાવ નીચે ઝૂકી જાય
તે પ્હેલા,
કોઈ મજબુત હાથે મારું બાવડું ઝાલ્યું.

મેં જોયું,
એ બાવડું ઝાલનાર હાથ હતો
પપ્પાનો....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational