STORYMIRROR

Deepak Mahida

Classics Inspirational

3  

Deepak Mahida

Classics Inspirational

ભાઈબંધ! આવી ગઈ દિવાળી...

ભાઈબંધ! આવી ગઈ દિવાળી...

1 min
28.4K


ભાઈબંધ! આવી ગઈ દિવાળી...

ચાલો, દિવા પ્રગટાવીએ, શંકાઓને બાળી,

ઓજસ અંધારે પાથરીએ, ખુદને જરા અજવાળી.

રૉકેટ સાથે બાંધી, ચિંતાઓ મોકલી દઈએ દૂર,

દાડમ માફક ફુવારા કરીયે, સ્નેહના ભરપૂર.

સંબંધોમાં મીઠાઈની મીઠાશ દઈએ ઢાળી...

ભાઈબંધ! આવી ગઈ દિવાળી...

સૌને મળીયે, એવી રીતે ખુદને આજે મળીયે,

કોઈ હ્રદયના ફળિયે, 'દર્પણ' રંગોળી થઈ ફળીએ,

બૂઝતા દિવે તેલ પુરીયે, ક્ષમાનું સંભાળી...

ભાઈબંધ! આવી ગઈ દિવાળી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics