STORYMIRROR

Deepak Mahida

Others

2  

Deepak Mahida

Others

ગીત

ગીત

1 min
14.8K


આજ મેં સવારને ખોલી,

ઉપર ભરી હતી ભરચક ઝાકળ અને અંદરથી ધુમ્મસ પોલી પોલી.

 

પંખીના કલશોરમાંથી ફૂટી છે હમણાં, જાણે કો' શિશુ નવજાત,

સોળે કળાએ કુદરતને ખીલવી ને આકાશે પાડી અનેરી ભાત,

સૂરજ પણ લાલચોળ નીકળ્યો છે, જો ને રાતોના ફોતરાં ફોલી...

 

આળસ મરડીને જુઓ જાગ્યાં છે ફૂલો, આપે છે મીઠી મુસ્કાન,

ઝાકળથી ન્હાઈને કોરા થવા માટે, ઝરૂખે અડિખમ ઊભા છે પાન,

ઠંડો પવન પણ હાંફતો દોડીને, કાન પાસે આવી ગ્યો' કૈ બોલી...

 

આજ મેં સવારને ખોલી,

ઉપર ભરી હતી ભરચક ઝાકળ અને અંદરથી ધુમ્મસ પોલી પોલી.

 

              

 


Rate this content
Log in