વરસાદી ગઝલ...
વરસાદી ગઝલ...
1 min
14.6K
વરસાદી છે વાદળ જ્હાનુ,
વરસી પડશે ઝાકળ જ્હાનુ.
જાત મને ઓઢાડી દે ને,
બાંધી દે તુ સાંકળ જ્હાનુ.
અંધારી દિશાઓ ગરજે,
રાતો થાતી ઝળહળ જ્હાનુ.
સીમાડો પોકાર કરે છે,
અવની તરસે હરપળ જ્હાનુ.
બુંદ પડીને મ્હેકી ઊઠી,
માટી પણ છે ચંચળ જ્હાનુ.
