STORYMIRROR

Deepak Mahida

Others

4  

Deepak Mahida

Others

વરસાદી ગીત...

વરસાદી ગીત...

1 min
41K


ગઈ કાલે પલળ્યો'તો,પ્હેલા વરસાદમા,યાદો સૌ પલળી ગઈ તારી,
સુકવુ છુ તડકામા એક એક યાદને,આંગણામા પાથરી પથારી...

 ઠંડો પવન પણ ચાપલૂસી કરતો ને વાદળાઓ આભથી ડોકાય,
પત્ર જો હોત તો વાંચી એ જાત,પણ યાદોને એમ કૈ વંચાય..

પછી માટીમા વરસાવી ઝાકળની બુંદોને ઢેફાએ સુગંધ પ્રસારી...
ગઈ કાલે પલળ્યો'તો, પહેલા  વરસાદમા, યાદો સૌ પલળી ગઈ તારી...

 વીજળીના ચમકારા આંખો સળગાવતા ને ટીપા પડે છાતિમા છેક,
દ્રશ્યોની લાંબી કતારો સર્જાતી પણ ચહેરો  બસ દેખાતો એક..

મનમા ને મનમા ઉગતી લીલપ અને શ્વાસોમા સર્જાતી ક્યારી..
ગઈ કાલે પલળ્યો'તો, પહેલા  વરસાદમા, યાદો સૌ પલળી ગઈ તારી...

 તારા ઝરૂખામા મુકેલી મુસ્કાનો,વાવાઝોડામા ઉડી આવે અહી,
બહારથી  ભીંજવતો  ભોળો વરસાદ ને અંદરથી તુ ભીંજાવે અહી..

ઉઘડતા આકાશે, ઉઘડતો હુ, પછી ઓગળતી જાત આ અમારી...
ગઈ કાલે પલળ્યો'તો, પ્હેલા વરસાદમા, યાદો સૌ પલળી ગઈ તારી...

 

 

 


Rate this content
Log in