STORYMIRROR

Deepak Mahida

Others

3  

Deepak Mahida

Others

ગીત...

ગીત...

1 min
26.8K


શીર્ષક લઈ હાથમા,બેઠુ કલમ અને લખવા મથે છે કવિતા વિષે!
એક પારણુ પૂછી રહ્યુ છે,મા વિષે!

ઉદરને ઓગળતુ અટકાવ્યુ એણે,સાચવવા મારુ આ બિંબ,
પડતા'તા ટાન્કણા એના હ્રદયમા, અને કોતરાણુ મારુ આ શિલ્પ,

વર્ણવવી કેમ એ પ્રસવ-પીડા? અને લખવી કડવાશ શુ દવા વિષે?
એક પારણુ પૂછી રહ્યુ છે,મા વિષે!

છાતીએ વળગાડી આપી'તી હૂંફ, અને વહાવ્યો મુજમા પ્રવાહ,
ચાન્દાની શીતળતા,સુરજનુ તેજ અને નદીઓ સમ વરસાવી ચાહ,
વાયરો કે મેઘ કદી ખૂટી પડે,પણ ક્હેવુ શુ પ્રેમ-વસુધા વિષે!
એક પારણુ પૂછી રહ્યુ છે,મા વિષે!

 ચઈતરનો તડકો પથરાયો,ત્યારે આપ્યુ તે સ્મિત ગુલમહોર જેમ,
જીવનમા ઓસરતુ અંધારુ,ત્યારે,ઊગતી ઉષાની પહોર જેમ,

દરિયાની રેત કદાચ અળગી પડે,પણ ખોળે ઉછળતા મોજા વિષે?
એક પારણુ પૂછી રહ્યુ છે,મા વિષે!

 

 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్