STORYMIRROR

Deepak Mahida

Romance

3  

Deepak Mahida

Romance

પછી તુ સાંભરે...

પછી તુ સાંભરે...

1 min
14.3K


કોઈ અણધારી ઘટે ઘટના, પછી તુ સાંભરે.
ચોતરફ વ્યાપી વળે અફવા, પછી તુ સાંભરે.
 
સાંભળે છે તુ, છતાં હું સાદ ક્યાં પાડું તને!
મૌન જો પડઘાય, તો પડઘા પછી તુ સાંભરે.
 
હું કિડીની જેમ ડૂબું છું, સમયના વ્હેણમાં,
જો કબૂતર ફેંકે નૈ તરણા, પછી તુ સાંભરે.
 
ઊંઘમાં સુગંધને વરસાદ તો વર્તાય નૈ,
સ્વપ્ન આવે પ્હેરીને તડકા, પછી તુ સાંભરે.
 
ક્રોસ ઉપર હાથ, ઉપર મુક ખીલ્લા, ઠોક તુ,
છેક છાતીમાં પડે થડકા, પછી તુ સાંભરે.
 
સ્હેજ તિખારા થકી 'જ્હાનુ' ગઝલ અઘરી બને,
યાદમાં 'દર્પણ' ભળે ભડકા, પછી તુ સાંભરે.
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Romance